આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. બુધવારે તેમણે અદાલતમાં હાજર થવાનું હતું. પરંતુ, વકીલોની હડતાલના કારણે તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયાં હતાં.
ગત 30 ઓક્ટોબરે કોર્ટે ચિદમ્બરમને 13 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતાં. ચિદમ્બરમે હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે, જેના આધારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.