આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગામ લોકો દ્વારા યુવક અને યુવતીનું મુંડન કરતા વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થઈ ગયો. આ ઘટના 22 જૂનના રાત્રે બનેલ છે. જ્યારે કરંજિયા શહેરના યુવકે મંડુઆ ગામમાં પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો.
ગામ લોકોએ તેમને એક ઓરડામાંથી પકડ્યા અને મંડુઆ ગામના કંગારૂ અદાલતમાં હાજર કર્યા. જ્યાં કંગારૂ અદાલતે પ્રેમી જોડાનુ મુંડન કરીને રસ્તાઓ પર ફેરવવાની સજા આપવામાં આવી. ત્યાર બાદ ગામલોકોએ બંનેનું મુંડન કર્યુ અને રસ્તાઓ પર ફેરવવામાં આવ્યા.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે પ્રેમી જોડાને બચાવવામાં આવ્યા અને યુવતી દ્વારા નોંધાવવામાં આવેલ FIRના આધાર પર ગામના 21 લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો.
કરંજિયા પોલીસ અધિકારીએ લક્ષ્મીધર સ્વૈને જણાવ્યું કે, હાલ પોલીસે 21 આરોપી માંથી ત્રણની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓને ધરપકડ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કંગારૂ અદાલત સીમાવર્તી વિસ્તારના લોકો દ્વારા બનાવવામાં આવેલ અનધિકૃત અને અનિયમિત અદાલત છે, જે સામાન્ય કાનૂની પ્રક્રિયાને અવગણે છે.