નવી દિલ્હીઃ દિલ્હીના ગ્રેટર કૈલાશ-1માં લગ્ન સમારોહ સ્થળ પર વરરાજાનો અસામાન્ય રીતે પ્રવેશ થયો હતો. જે ઘોડા પર નહીં પરંતુ પોલીસ વાનમાં આવ્યો હતો.
![Etv Bharat, Gujarati News, Couple married in lockdown, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sed-01-kalkaji-vis-dl10010_26042020090302_2604f_1587871982_941.jpg)
જો કે, તેનું કારણ કોઇ ગુનો નથી, પરંતુ લૉકડાઉનને કારણે પોલીસે તેને લગ્ન સ્થળે પહોંચવામાં મદદ કરી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વી દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારના રહેવાસી નરેશ અહલૂવાલિયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
![Etv Bharat, Gujarati News, Couple married in lockdown, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sed-01-kalkaji-vis-dl10010_26042020090302_2604f_1587871982_169.jpg)
તેમણે ગ્રેટર કૈલાશ-1 સ્થિત સમાજ મંદિર સુધી દિકરાના લગ્નમાં સામેલ થવા માટે તેને અને તેના પરિવારના સભ્યોને પહોંચાડવામાં મદદ માટે અનુરોધ કર્યો હતો.
જે બાદ કાલકાજી પોલીસના અધિકારીની અનુમતિથી કૌશલ અને તેના માતા-પિતાને પોલીસ વાહનમાં મંદિરે લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
વધુ પક્ષ તરફથી વધુ પુજા અને તેના પિતા અને મંદિરના પૂજારી ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન થયા બાદ વર કૌશલ અને વધુને પોલીસ વાહનથી ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.