ન્યુઝ ડેસ્ક : કોરાના વાઇરસે વિશ્વમાં કહેર મચાવી દીધો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશને કોરોના વાઇરસ સામે લડત લડતા આજના દિવસે જનતા કર્ફ્યુનું આહવાન કર્યુ હતું. જેને દેશની જનતાએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. જેના પગલે દેશમાં હૈદરાબાદ, કોલકાત્તા, કર્ણાટક, કેરળ, ત્રીપુરા, મહારાષ્ટ્ર જેવા મોટા ભાગના શહેરો સજ્જડ બંધ જોવા મળ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે વિશ્વ ભરમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે 182 દેશ લડત આપી રહ્યાં છે, ત્યારે વાઇરસે માઝા મુકતા કુલ મૃત્યુઆંકની સંખ્યા 11000ને પાર પહોંચી છે. જ્યારે 2,00,000 લોકો અસરગ્રસ્ત થયા છે. વાઇરસના કહેર વચ્ચે ઇટાલીમાં એક જ દિવસ એટલે કે 24 કલાકમાં 627 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે ચીન બાદ ઇટાલી વિશ્વમાં અસરગ્રસ્ત દેશમાં બીજા નંબર પર આવે છે.
જો અન્ય દેશની સરખામણીમાં ભારત દેશમાં તંત્ર દ્વારા કરેલી કાર્યવાહી પર જો નજર કરવામાં આવે તો ક્યાંકને ક્યાંક અસર નિવડી છે તેવુ કહી શકાય. જણાવી દઇએ કે ભારતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત જ્યારે 300થી વધુ લોકો અસરગ્રસ્ત પામ્યા છે.