ETV Bharat / bharat

શું Covid-19ના દર્દીનું લોહી બીમારીની તીવ્રતાને જાણવામાં મદદરૂપ થઈ શકે છે? - યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ

એક તરફ કોરોના વાઇરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે તેવામાં યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજનાં સંશોધનકારો સહિતના સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે, કોરોના વાઇરસના દર્દીના લોહીમાં રહેલા પ્રોટીન રોગની તીવ્રતા સાથે જોડાયેલા છે. તેઓના કહેવા પ્રમાણે, નોવેલ કોરોના વાઇરસ સાથે લોકોનો ઇન્ફેક્શન સામેનો પ્રતિસાદ ખુબ જ અલગ પ્રકારનો હતો. તેઓએ જણાવ્યા પ્રમાણે, કેટલાક દર્દીઓમાં કોઈ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી, જ્યારે કેટલાક દર્દીઓ ખુબ જ બીમાર પડી શકે છે અને મૃત્યુ પામે છે.

ETV BHARAT
શું Covid-19ના દર્દીનું લોહી બીમારીની તીવ્રતાને જાણવામાં મદદરૂપ થઈ શકે છે?
author img

By

Published : Jun 9, 2020, 2:30 AM IST

લંડન: સંશોધનકારોએ કોરોના વાઇરસના દર્દીમાં એવા પ્રોટીન હોવાનું જણાવ્યુ છે કે જે રોગની તીવ્રતા સાથે જોડાયેલા છે. આ પ્રોટીનના સંકેતો દર્દીમાં રોગની તીવ્રતા અંગે માહિતી આપી શકે છે.

યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના સંશોધકો સહિતના સંશોધનકારો અને વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ કે લોકો SARS-CoV-2, નોવેલ કોરોના વાઇરસ સાથે ઇન્ફેક્શનને ખુબ જ અલગ રીતે પ્રતિસાદ આપે છે.

તેઓના કહેવા પ્રમાણે કેટલાક દર્દીઓમાં કોઈ જ લક્ષણ દેખાતા નથી જ્યારે કેટલાક દર્દીઓ ખુબ જડપથી બીમાર પડે છે અને મૃત્યુ પામે છે.

સેલ સીસ્ટમ્સ નામની જર્નલમાં પ્રસીદ્ધ થયેલા અભ્યાસમાં સંશોધકોએ કહ્યુ છે કે, Covid-19ના દર્દીમાં રહેલા પ્લાઝમા નામના લોહીના કણો દર્દીમાં રોગની તીવ્રતા અને તેમાં થતા વધારા માટે વિશ્વસનીય માહિતી આપી શકે છે.

માર્કુસ રલ્સરની આગેવાની હેઠળ સંશોધન કરી રહેલા યુકેની ફ્રાન્સીસ ક્રીક ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ Covid-19ના દર્દીના લોહીના નમૂનામાં પ્લાઝમા કમ્પોનન્ટમાં પ્રોટીનના જુદા જુદા પ્રમાણને જાણવા માટે અદ્યતન એનાલીટીકલ ટેક્નીકનો ઉપયોગ કર્યો છે.

આ અભિગમનો ઉપયોગ કરીને તેઓએ Covid-19ના દર્દીઓના પ્લાઝમામાં જુદા જુદા પ્રોટીન બાયોમેકર્સ શોધી કાઢ્યા છે, જે રોગની તીવ્રતા સાથે સંકળાયેલા છે.

આ અભ્યાસમાં સંશોધકોએ 31 મહિલાઓ અને પુરૂષોના લોહીના નમૂનાનો અભ્યાસ કર્યો હતો કે જેઓ Covid-19ની અલગ અલગ તબક્કાની સારવાર લઈ રહ્યા હતા.

તેઓએ દર્દીઓના લોહીમાં 27 પ્રોટીનની નોંધ કરી હતી કે જે રોગની તીવ્રતા પ્રમાણે અલગ અલગ માત્રા ધરાવતા હતા.

આ અભ્યાસ પ્રમાણે, સંશોધકોએ અન્ય 17 Covid-19 દર્દીઓ અને 15 સ્વસ્થ લોકોના લોહીના નમૂનાનો અભ્યાસ કરીને આ મોલેક્યુલરને માન્ય ગણ્યા હતા.

આ પ્રોટીન સીગ્નેચરનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો વિશ્વ આરોગ્ય સંસ્થાના કોડીંગ માપદંડ અનુસાર દર્દીઓને ચોક્કસ રીતે વર્ગીકૃત કરવામાં સક્ષમ હતા.

રેલ્સરે જણાવ્યા પ્રમાણે, “આ પરીણામો બે ખુબ જુદી જુદી એપ્લીકેશન માટેના પાયા નાખી રહ્યા છે. ભવિષ્યમાં તેનો એક ઉપયોગ રોગ વિશે પૂર્વ સુચન કરવા માટે થઈ શકશે.”

તેણે જણાવ્યુ હતુ કે, જો લોહિનો રીપોર્ટ વહેલા કરવામાં આવે તો સારવાર કરનારા તબીબ માટે Covid-19 સાથેના દર્દીમાં તીવ્ર લક્ષણો દેખાશે કે નહીં તે જણાવવું સરળ રહેશે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, આ તારણો દર્દીઓની જીંદગી બચાવવામાં મદદરૂપ સાબિત થશે.

તેમણે જણાવ્યુ હતુ કે, જેટલી ઝડપથી તબીબો જાણી શકશે કે દર્દીને સઘન સારવારની જરૂર છે કે કેમ તેટલી ઝડપથી ઉપલબ્ધ સાધનો વડે તેની સારવાર શરૂ કરી શકાશે.

રેલ્સરના જણાવ્યા પ્રમાણે, “ભવિષ્યમાં તેનો હોસ્પીટલની અંદર જ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ કરવા માટે તેનો ઉપયોગ દર્દીઓ તેમની તીબયત અંગે શું કહે છે તેને આધારભૂત ન ગણીને દર્દીની પરીસ્થિતીની ચોક્કસ માહિતી આપી શકે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “કેટલાક કિસ્સાઓમાં દર્દીના લક્ષણો તેના આરોગ્ય અંગે ચોક્કસ ચીત્ર રજૂ કરી શકતા નથી. આવા કિસ્સાઓમાં દર્દીની બાયોમેકર પ્રોફાઇલ પરથી કરવામાં આવેલુ તારણ ખુબ જ મહત્વનુ બની જાય છે.”

ડાયગ્નોસ્ટીક ટેસ્ટને વિકસીત કરવાની દીશામાં આગળ વધવા માટે વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં દર્દીઓના ટેસ્ટ કરવા માટે નવી પદ્ધતિ અપનાવવાની આશા રાખી રહ્યા છે.

આ અભ્યાસમાં નોંધવામાં આવ્યુ છે કે, Covid-19ની તીવ્રતા અંગે માહિતી આપવા માટે જે 27 પ્રોટીન મળી આવ્યા છે તે આ પહેલા રોગ પ્રતિરક્ષા સાથે સંકળાયેલા ન હતા.

જો કે, સંશોધકોએ શોધેલા બાયોમાર્કર્સમાં ગંઠાઈ જવાના અને બળતરાના પરીબળો પણ સામેલ હતા.

સંશોધકોના કહેવા પ્રમાણે આમાંના કેટલાક ઇન્ટરલ્યુકીન 6 (IL-6) તરીકે ઓળખાતા મોલેક્યુઅલ સેલ પર કામ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, IL-6 એક એવા પ્રોટીન છે જે બળતરાનું કારણ બને છે અને જે આ પહેલા કરવામાં આવેલા અભ્યા પ્રમાણે, Covid-19ના તીવ્ર લક્ષણો સાથે સંકળાયેલું છે.

સંશોધનકારો માને છે કે, અભ્યાસના ભાગરૂપે ઓળખાયેલા સંખ્યાબંધ બાયોમાર્કર્સ પણ સારવાર માટેના યોગ્ય લક્ષ્યો હોઈ શકે છે.

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ લખ્યું હતું કે, “આ અભ્યાસમાં મળી આવેલા પ્રોટોમીક સીગ્નેચર અને બાયોમાર્કર્સે ક્લીનીકલ ડીસીઝન મેકીંગને ટેકો આપવા માટે રસ્તો તેયાર કરી રહ્યા છે અને Covid-19ના થેરાપ્યુટીક ટારગેટ માટે પૂર્વધારણા પુરી પાડવાનું કામ કરે છે.”

(અહેવાલ PTI)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.