નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના કહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત એર ઈન્ડિયા 423 સીટરનું જમ્બો બી 7747 વિમાન શુક્રવારે બપોરે 12:30 કલાકે ચીન ખાતે મોકલ્યુ હતું.
ભારત કોરોનાવાઇરસના કેન્દ્ર ચીનના વુહાન શહેરથી પોતાના નાગરિકોને શુક્રવારના રોજ ભારત પરત લાવવાની તૈયારી કરી લીધી છે.
ભારત ચીનના હુબેઇમાં પોતાના નાગરિકોને પરત લાવવા ઓછામાં ઓછા બે વિમાનની અરજી કરી છે. એર ઈન્ડિયા 423 સીટરનું જમ્બો બી 7747 વિમાન શુક્રવારે બપોરે 12:30 કલાકે ચીન ખાતે મોકલ્યુ હતુ અને વિદ્યાર્થીઓને લઈને પરત ફરશે.
આ પણ વાંચોઃ કોરોનાવાયરસ: ભારતના લોકોને પરત લઇ આવવા આજે સાંજે બે વિમાન મોકલાશે
એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાંનુસાર,"બી 7747 વિમાન દિલ્હીથી બપોરે 12.30 વાગ્યે રવાના થયુ હતું. તે શુક્રવારે સવારે મુંબઇથી આવ્યું હતું,"
નોંધનીય છે કે, ગુરૂવારે કોરોના વાયરસથી 170 લોકોના મોત થયા હતાં. જ્યારે ચીનના સ્વાસ્થ આયોગે જાહેર કરેલા નવા કોરોના વાયરસના આંકડા પ્રમાણે 7711 લોકો પ્રભાવિત છે.