નવી દિલ્હી: દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાઇરસનો ચેપ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 61,537 નવા કેસ નોંધાયા છે અને 933 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાનો આંકડો વધીને 20,88,612 પર પહોંચી ગયો છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા 6,19,088 છે. આ સાથે ચેપમાંથી 14,27,006 લોકો સ્વસ્થ થયા છે. નોંધનીય છે કે, દેશમાં કોરોનાને કારણે 42,518 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં નવ લોકોનાં મોત થયાં હતાં અને 499 નવા કેસ નોંધાયા હતાં. કુલ ચેપગ્રસ્તનો આંકડો 50,656 પર પહોંચી ગયો છે, ત્યાં 13,570 સક્રિય કેસ છે. કોરોનાને કારણે કુલ 776 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોચના પાંચ રાજ્યો
રાજ્ય | કુલ આંકડા |
મહારાષ્ટ્ર | 4,90,262 |
તમિલનાડુ | 2,85,024 |
આંધ્રપ્રદેશ | 2,06,960 |
કર્ણાટક | 1,64,924 |
દિલ્હી | 1,42,723 |
કોરોનાથી સૌથી વધુ મૃત્યું આ રોજ્યોમાં થઇ
મહારાષ્ટ્ર | 17,092 |
તમિલનાડુ | 4,690 |
દિલ્હી | 4082 |
કર્ણાટક | 2998 |
ગુજરાત | 2,605 |