ETV Bharat / bharat

કૃપયા ધ્યાન દે: રેલવે પર 'કોરોના ઈફેક્ટ', 31 માર્ચ સુધી ટ્રેન સેવાઓ બંધ - રેલવે મંત્રાલય

કોરોના વાઇરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે. ભારતમાં પણ 325 લોકો આ વાઇરસથી ચેપગ્રસ્ત છે. ભારતમાં 6 લોકોના આ વાઇરસના કારણે મોત થયા છે. જેથી રેલેવેએ રવિવારે મોટો નિર્ણય લીધો છે. જેમાં રેલવેએ લાબાં અંતરની ટ્રેન, એક્સપ્રેસ અને (ઇન્ટરસિટી ટ્રેન પ્રીમિયમ ટ્રેન પણ સામેલ) 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રાખવાનું નક્કી કર્યું છે.

coronavirus
કૃપયા
author img

By

Published : Mar 22, 2020, 3:23 PM IST

Updated : Mar 22, 2020, 3:37 PM IST

નવી દિલ્હી: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા 31 માર્ચ સુધી ટ્રેન સેવાઓ બંધ કરી છે. રદ કરવામાં આવેલી ટ્રેનમાં કોલકત્તા મેટ્રો, કોંકણ રેલવે, ઉપનગરીય ટ્રેનો પર રોક લગાવવામાં આવી છે, પરંતુ રવિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં ઉપનગરીય ટ્રેનો અને કોલકત્તા મેટ્રોની સેવાઓ શરૂ રહશે. રેલેવે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેના પ્રવાસીઓને રાહત આપવા માટે ટિકિટ કેન્સલ કરવા પર કોઇ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટિકિટના પૈસા પાછા આપી દેવામાં આવશે. 21 જૂન સુધી ટિકિટ કેન્સલના પૈસા આપી દેવાશે.

કોરોના વાઇરસના કારણે ટ્રેનમાં મુસાફરી કરવી જોખમ ભરી છે. રેલેવે પ્રશાસન કોરોના લઇને સતર્ક છે. જેથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં કોઇ પણ એક વ્યક્તિ કોરોના પ્રોઝિટિવ હોય તો, બીજા બધા પણ કોરોનાના ઝપેટમાં આવી શકે છે. જેથી 31 માર્ચ સુધી ટ્રેન સેવાઓ બંધ રહેશે.

વડાપ્રધાન મોદીની અપીલ બાદ આજે સમગ્ર દેશમાં જનતા કરફ્યૂ છે. લોકો જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ આપી રહ્યાં છે.

Last Updated : Mar 22, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.