નવી દિલ્હીઃ ભારતમાં સતત વધતા કોરોના વાઇરસથી બચવા અને ભારતમાં કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોનાથી બચવા શું તકેદરી રાખવી તે અંગે દેશવાસીઓને સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાન મોદીએ સમગ્ર ભારતમાં 22 માર્ચ જનતા કરફ્યૂ જાહેર કર્યુ છે. જનતા કરફ્યૂમાં જોડાયેલા દેશવાસીઓનું સાંજે 5 કલાકે તાળી અને થાળી વગાડી સ્વાગત કરવામાં આવશે. કોરોના વાઇરસના કારણે દિલ્હી, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કુલ મળીને 5 લોકોના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. કેરળમાં 12 નવા કેસ તેમજ મધ્ય પ્રદેશમાં ચાર પોઝિટિવ કેસ બાદ કોરોના વાઈરસના 258 કેસ નોંધાયા છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વિદેશી નાગરીકો છે. કેરળમાં 28 જ્યારે કર્ણાટકમાં બે વિદેશી નાગરીક સહિત 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસના સંક્રમણના આંકડામાં 32 વિદેશી નાગરીક સામેલ છે. જેમાં ઈટલી 17, ફિલિપાઈન્સ 3, બ્રિટન 2, કેનેડા, ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં 1-1 વ્યકિતનો સમાવેશ થાય છે.