નોઈડા: શુક્રવાર અને શનિવારના રોજ DCP મુખ્યપ્રધાનની સુરક્ષામાં રહ્યા હતા. શુક્રવારના રોજ તેમના પુત્રનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે જ્યારે પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે ડીસીપી અને તેની સાથે રહેલા પોલીસકર્મીઓની પણ ટેસ્ટ કરાવ્યો હતો. ડીસીપી અને તેના પુત્રને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અને ગનર-ડ્રાઈવરને નિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ મામલો ચર્ચામાં છે કારણ કે, ડીસીપી ઝોન 3 શનિવાર અને શુક્રવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષા હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક અધિકારીઓએ પણ પોતે આઇસોલેટ થઇ ગયા છે. જો કે, CP ની કોરોના સંક્રમિત હોવાની અફવાઓ પર વિરામ મુકાયો છે અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
યોગી આદિત્યનાથની સુરક્ષામાં તૈનાત DCPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગૌતમબુદ્ધ નગરની 2 દિવસની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત DCP ગ્રેટર નોઈડા ઝોન-3ના રાજેશકુમાર સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. ડીસીપીના ડ્રાઇવર, પુત્ર અને ગનર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેની સાથે સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
![યોગી આદિત્યનાથની સુરક્ષામાં તૈનાત DCPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ DCPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8364644-1099-8364644-1597053554908.jpg?imwidth=3840)