નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના 5 વધુ નવા કેસ નોંધાયા છે. કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલજાએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના 5 નવા કેસ નોંધાયા છે. હવે કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા 39 થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસથી બચાવ માટે અફવાઓથી બચવું તેમજ વાયરસ મામલે ડૉકટરની સલાહ લેવી જરુરી છે.
કેરળનાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, પરિવારે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી આપી ન હતી. જેથી તેમની તપાસ પણ કરવામાં આવી ન હતી.