નવી દિલ્હી: દુનિયા તેમજ દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો દિનપ્રતિ દિન વધી રહ્યો છે. ભારતમાં દર્દીઓની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 499 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાઈરસે 9 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 4 લોકોનાં મોત થયાં છે.
દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ કોરોના વાઈરસને કારણે 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓને પણ 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે.