કોહિમા: કોરોના વાયરસથી અસરગ્રસ્ત ચીન અને અન્ય દેશમાંથી નાગાલેન્ડમાં આવેલા 42 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. જેમાંથી 7 લોકોને તેમના ઘરે રાખવામાં આવ્યાં છે. રાજ્યના આરોગ્ય પ્રધાન પાંગન્યૂ ફોમે શનિવારે આ માહિતી આપી હતી.
વિધાનસભામાં વિપક્ષના નેતા ટી.આર.ઝેલિયાંગના ચિંતા વ્યક્ત કરવા પર પ્રધાને કહ્યું કે, નાગાલેન્ડમાં હજુ સુધી વાયરસના કોઈ કેસની પુષ્ટિ થઈ નથી. તેમણે કહ્યું, 'એકંદરે પ્રમાણભૂત પ્રોટોકોલ મુજબ, 42 વ્યક્તિઓ ઉપર દિવસમાં 2 વખત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમીક્ષા બેઠક પણ નિયમિત રીતે યોજાઈ રહી છે.'
પ્રધાને કહ્યું કે, 28 જાન્યુઆરીથી એક જાહેર આરોગ્ય ઇમરજન્સી કેન્દ્ર કાર્યરત છે અને દૈનિક મોનીટરીંગ રિપોર્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલવામાં આવી રહ્યો છે.