નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1,211 પોઝિટિવ કેસ નોંધાયા છે.
દિલ્હી ધીરે-ધીરે કોરોના હૉટસ્પોટ બની રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1,22,793 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 31 લોકોના મોત નોંધાયા છે, આ સાથે જ દિલ્હીમાં મોતની કુલ સંખ્યા 3,628 નોંધાઇ છે. દિલ્હીમાં હાલ 16,031 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે.