નવી દિલ્હીઃ દિલ્હીના આદર્શનગર વિસ્તારમાં રહેતા પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓની હાલતને લઇને બુધવારે NGO અને દિલ્હી સરકારની મદદથી કોરોના મોબાઇલ ટેસ્ટ વાન દ્વારા આશરે 400 જેટલા લોકોની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે. જેવી ટેસ્ટિંગ વાન આ વિસ્તારમાં પહોંચી, તેવી તરત ટેસ્ટિંગ માટે લોકોએ લાઈન લગાવી હતી.
દિલ્હીમાં કોરોના કેસની પરિસ્થિતિમાં હાલ સુધારો જણાઇ રહ્યો છે, તેમ છતાં સતર્કતા રાખવા માટે હજુપણ ઘણા વિસ્તારોમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ શરણાર્થીઓ હાલ ઝૂંપડા બાંધીને રહે છે. તેમને પાયાની સુવિધાઓ આપવા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે, પરંતુ વર્ષ 2014થી આ લોકોની હાલતમાં સુધાર આવ્યો નથી. હવે તેઓ વીજળી-પાણી સિવાય ઈલાજની સુવિધા માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે.