કર્ણાટકઃ 76 વર્ષીય મુહમ્મદ હુસેન કે જે કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હતો, જે મૃત્યુ પામ્યો છે. ગત 29મી ફેબ્રુઆરીના રોજ દુબઈથી ભારત પરત ફર્યો હતો. તેને GIMS હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી.
![Corona suspect died in kalburgi : health department commissioner clarification](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/corona-death_1103newsroom_1583911382_764.jpg)
આ સારવાર બાદ રજા આપવા તેને વધુ સારવાર માટે હૈદરાબાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તે કલબુર્ગી પાછો જતો રહ્યો હતો. મુહમ્મદ હુસૈનને કફ અને તાવ હતો, જે કારણે ગળાના પ્રવાહીના નમૂનાને તપાસ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં હતાં. જેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં મળી જશે. રિપોર્ટ મળ્યા પછી, તેનું મોત કોરોના વાયરસથી થયું છે કે, ઉંમરના સંબંધિત રોગના કારણે થયું છે, તે અંગે સ્પષ્ટતા થશે.