નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હવે કોરોના રિકવરીનો રેટ 83 ટકાને પાર કરી ગયો છે. જેમાં દિલ્હીના શકુરબસ્તીમાં કોવિડ કેર સેન્ટર વિશે વાત કરીએ, તો અહીં કુલ 171 દર્દીઓ દાખલ છે. જેમાંથી 72 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હજુ 99 દર્દીઓ દાખલ છે. આઇસોલેશન કોચ સેન્ટરમાં દાખલ થયેલા તમામ દર્દીઓને ગુણવત્તાયુક્ત ખોરાક આપવામાં આવી રહ્યો છે.
દિલ્હીના લોકોને વધારાની સેવા આપવા માટે ઉત્તર રેલવેએ રાજ્ય સરકારની માંગ પર કોવિડ કેર સેન્ટર સાથે 503 આઇસોલેશન કોચ પૂરા પાડ્યા છે. આ 503 આઇસોલેશન કોચ દિલ્હીના 9 જુદા-જુદા વિસ્તારોમાં સ્થિત છે. જેમાં આનંદ વિહાર ટર્મિનલ, શકુરબસ્તી, સારા રહિલા, સફદરજંગ, શાહદારા, આદર્શ નગર, છાવણી, બદલી અને તુગલકાબાદનો સમાવેશ થાય છે.
ઉત્તર અને ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ જણાવ્યું હતું કે, 8,048 બેડની ક્ષમતાવાળી આ કોચની જાળવણી માટે પાયાની સુવિધાઓ સ્ટેશન પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની સરળ હેરફેર માટે એક માર્ગ ઉપલબ્ધ છે.