ઉત્તર પ્રદેશ: કોરોના પોઝિટિવ મહિલાએ 16 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મ આપ્યો હતો. કોરોના પોઝિટિવ આ મહિલાની નંદગ્રામના એક નર્સિંગ હોમ ખાતે તેની પ્રસુતિ કરવામાં આવી હતી.
ઈસ્લામ નગરની વતની આ મહિલાને બાદમાં સંજય નગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેને તેના બાળક સાથે કોરોન્ટાઈન કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમે તેના ઘર તેમજ આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કર્યો હતો. આ સાથે મહિલાના પરિવારને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલે દાવો કર્યો છે કે, માતા અને નવજાત બંને સ્વસ્થ છે. હોસ્પિટલમાં તેમને એલ-2 કેટેગરીના વોર્ડમાં તમામ સાવચેતી સાથે રાખવામાં આવશે.
ગાઝિયાબાદમાં અત્યાર સુધીમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 7 લોકો સ્વસ્થ થઈ ગયા છે. હવે શહેરમાં 23 પોઝિટિવ કેસ છે.