જયપુરઃ દેશ-પ્રદેશની સાથે-સાથે શહેરમાં પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે, પરંતુ આ વચ્ચે એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલની બારીમાંથી છલાંગ લગાવી હતી. જે બાદ ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે. દર્દીનો બુધવારે સવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
રાજધાની જયપુરના ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ રાજસ્થાન યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. એવામાં ઝોટવાડા નિવાસી 78 વર્ષીય દર્દીની RUHS ઇમરજન્સીમાં સારવાર ચાલી રહી હતી. અતિ ગંભીર સ્થિતિમાં દર્દીને પ્રદેશના સૌથી મોટા સવાઇમાન સિંહ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ ત્યારે કોરોના પોઝિટિવ દર્દીએ બાથરુમની બારીમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી.
વધુમાં RUHSના બીજા માળેથી કુદીને કોરોના દર્દીએ પોતાનો જીવ આપ્યો હતો. જ્યારે 78 વર્ષીય દર્દીનો બુધવારે સવારે કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તો પણ દર્દીએ આવેશમાં આવીને હોસ્પિટલમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. જે બાદ ત્યાં હાજર ડૉકટર્સ, કર્મચારીઓ ઉપરાંત દરેક વ્યક્તિ શોકમાં હતા. જો કે, બાદમાં ડેડ બોડીને હોસ્પિટલના મોર્ચરીમાં રાખવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ પહેલા જયપુરની સવાઇમાન હોસ્પિટલમાં 14 એપ્રિલે કોરોના સંદિગ્ધ કૂદી ગયો હતો. જો કે, તે હોસ્પિટલના બીજા માળની બારીમાંથી કુદીને ટીન શેડ પર બેસી ગયો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેને આઇસોલેશનમાં રાખ્યો હતો, પરંતુ રાજસ્થાનમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઇ કોરોના પોઝિટિવે હોસ્પિટલ બિલ્ડિંગમાંથી છલાંગ લગાવીને જીવ આપ્યો હોય. હવે પોલીસ પણ પીપીઇ કીટ પહેરીને દર્દીની આત્મહત્યા પાછળ તપાસ ચલાવી રહી છે.