ETV Bharat / bharat

COVID-19: મમતા સરકારની મોટી જાહેરાત, આગામી છ મહિના મફતમાં મળશે ઘઉં-ચોખા - coronavirus scare

કોરોના વાઇરસના કારણે મમતા બેનર્જી સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં અને ચોખા મફતમાં વહેંચવામાં આવશે. આ વાઇરસથી બચવા માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

મમતા સરકારની મોટી જાહેરાત
મમતા સરકારની મોટી જાહેરાત
author img

By

Published : Mar 20, 2020, 11:54 PM IST

કોલકત્તાઃ દેશભરમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા સત્તત વધી રહી છે. અત્યાર સુધીમાં 225 કેસ સામે આવ્યા છે. એવામાં તમામ રાજ્ય સરકારો સાવચેતીના પગલા ભરી રહી છે. પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે સરકારી ઓફિસમાં ફક્ત 50 ટકા કર્મચારી કામ કરશે. સાથે પ્રાઇવેટ સેક્ટરને પણ આ નીતિ અપનાવવા કહેવામાં આવ્યું છે. તે સિવાય મમતાએ આગામી છ મહિના સુધી રાજ્યમાં ઘઉં અને ચોખા મફતમાં વહેચવાની જાહેરાત કરી છે.

વાસ્તવમાં પશ્વિમ બંગાળમાં અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ લાભાર્થીઓને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં અને ચોખા આપવામાં આવી રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસના કારણે મમતા બેનર્જી સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં અને ચોખા મફતમાં વહેંચવામાં આવશે. આ વાઇરસથી બચવા માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકો પર નજર રાખવામાં આવી છે. નોંધનીય છે કે પશ્વિમ બંગાળમાં કોરોના વાઇરસનો એક કેસ સામે આવ્યો છે.

વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાઇરસથની ચેપગ્રસ્ત છે. મળતી માહીતી મુજબ ,કોરોના વાઇરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.