નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રવિવારે રાત્રે જાહેર થયેલા દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ, દિલ્હીમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 2918 થઈ છે.
રવિવારે 293 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે મરકઝ બાદ 24 કલાકમાં નોંધાયેલા સૌથી વધું કેસ છે.
24 કલાકમાં 386 કેસનો રેકોર્ડ
24 કલાકમાં સૌથી વધુ 386 કેસ નોંધાયા હતા. જે 3 એપ્રિલેના રોજ એક જ દિવસમાં નોંધાયા હતા. 13 એપ્રિલના રોજ 356 કોરોના કેસ નોંધાયા હતા, જેમાં 325 મરકઝના હતા.
19 એપ્રિલથી દિલ્હી સરકારે હેલ્થ બુલેટિનમાંથી એક વિશેષ ઓપરેશન કોલમ હટાવી હતી. આ કોલમમાં મરકઝને લગતા આંકડા આપવામાં આવી રહ્યા હતા. જે બાદ 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 100 કરતા ઓછી અથવા 100ની નજીક રહી છે.
1987 એ સક્રિય કેસ છે
રવિવારે સામે આવેલા 293 કેસોએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામાન્ય લોકો સાથે સંકળાયેલા આ આંકડા સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય છે. રવિવારે દિલ્હીમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું ન હતું. આ સાથે 8 લોકો પણ સ્વસ્થ થયા છે. કોરોના વાઈરસના કારણે મરનારા લોકોની સંખ્યા 877 પર પહોંચી ગઈ છે. મૃતકો તેમજ સ્વસ્થ થયેલા લોકોને બાદ કરવામાં આવે તો, દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1987 છે.
50 વર્ષથી નાના હોય તેવા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1931
કુલ આંકડામાંથી ચેપગ્રસ્ત વયજૂથ પર નઝર કરીએ તો, મોટાભાગના લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના છે. 2918માંથી 1931ની વય 50 વર્ષથી ઓછી છે, આ કુલ સંખ્યાના આશરે 66 ટકા છે. 50થી 59 વર્ષની વય જૂથની વાત કરીએ તો, આવા દર્દીઓ 16 ટકા છે, જેની સંખ્યા 469 છે. 60 વર્ષ કે તેથી વધુ વયના 518 લોકો ચેપગ્રસ્ત છે, જે કુલ સંખ્યાના 18 ટકા જેટલા છે.
54 મોતમાંથી 29 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ
કોરોના વાઈરસ વૃદ્ધોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. દિલ્હીના કોરોના વાઈરસથી થયેલાં મોત આ વાતની પુષ્ટી કરે છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 54 મોતમાંથી 29 લોકો 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના હતા, જે કુલ મૃત્યુનાં 54 ટકા છે. અત્યાર સુધીમાં 37615 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિલ્હી ત્રીજા સ્થાન પર
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાના આધારે દિલ્હી દેશમાં ત્રીજા સ્થાને છે. ઘણા વિસ્તારોમાં એક જ સ્થળેથી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં આવા સ્થળોની ઓળખ સતત કરવામાં આવી રહી છે. રવિવારે સામે આવેલા બે નવા કન્ટેન્ટ ઝોન સાથે પાટનગરમાં હવે હોટસ્પોટની સંખ્યા 97 થઈ ગઈ છે.
કુલ 37613 પરિક્ષણો કરાયા
દિલ્હીમાં પણ વધુને વધુ નમૂનાના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. પાછલા દિવસે ફક્ત 3518 પરીક્ષણો લેવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણોની કુલ સંખ્યા 37613 પર પહોંચી ગઈ છે. તેમાંથી 2918 પોઝિટિવ અને 31919 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2533 નમૂનાના રિપોર્ટ આવવાના બાકી છે.