2012માં દિલ્હી સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મુદ્દે આરોપી વિનય કુમાર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. બુધવારે દિલ્હીની અદાલતે નિર્ભયા દુષ્કર્મના કેસમાં તમામ 4 આરોપીઓ સામે ડેથ વોરંટ જાહેર કર્યું છે. તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીની સજાનો નિર્ણય કરાયો છે.
શું છે ક્યૂરેટિવ પિટીશન?
ક્યૂરેટિવ પિટીશન એ સમયે દાખલ કરાયે થે, જ્યારે કોઈ આરોપીની રાષ્ટ્રપતિ પાસે મોકલાયેલી અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી નકારી દેવાઈ હોય. તેવામાં ક્યૂરેટિવ પિટીશન તે આરોપી પાસે અંતિમ રસ્તો હોય છે, જેના થકી તે પોતાના માટે નક્કી કરાયેલી સજામાં ઘટાડો કરવાની માગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં 16-17 ડિસેમ્બરની રાત્રે દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં 23 વર્ષિય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરી તેની સાથે બર્બરતા કરાઈ હતી. તેની સ્થિતિ નાજૂક બનતા તેને સિંગાપૂરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, 29 ડિસેમ્બર, 2012ના રોજ તેનું મૃત્યુ થયું હતું. તેને એક કાલ્પનિક નામ 'નિર્ભયા' તરીકે ઓળખવામાં આવે છે.