શ્રીનગરઃ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણેની મુલાકાત તેવા સમયે કરવામાં આવી રહી છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન બંને દેશો કોરોના વાયરસની મહામારીને કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે.
“આર્મી ચીફ શ્રીનગરમાં 15 નંબરની ટુકડી દ્વારા આતંકવાદ વિરોધી અને ધૂષણખોરી વિરોધની કામગીરીની સમીક્ષા કરશે અને એલઓસી સાથે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરશે તેવી સંભાવના છે.” તેમ શ્રીનગર સ્થિત સરંક્ષણ વિભાગના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિકાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
પ્રવક્તાએ વધુમાં કહ્યુ કે “ દુશ્મન દેશ પાકિસ્તાને તાજેતરમાં અમારી બાજુ આતંકવાદીઓને આગળ ધપાવવા માટે યુધ્ધવિરામના ઉલ્લંઘનમાં વધારો કર્યો છે. ”
તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓના લોંચ પેડ્સ સામે હુમલો કર્યાનો દાવો કર્યો હતો.
" આ કાર્યવાહી કુપવાડાના કેરાન સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા થતા વાંરવાંર શસ્ત્રવિરામ અને ઘુષણખોરીના પ્રયાસોને સામે કરવામાં આવી હતી. " તેમ તેમણે ઉમેર્યુ હતુ.
કેરન સેક્ટર નજીકમાં તાજેતરમાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ થયુ હતુ.. જેમાં પાંચમી એપ્રિલના રોજ પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા..તો 1લી એપ્રિલે ભારતમાં ઘુષણખોરી કરનારા આતંકીઓ સાથેના ઘર્ષણમાં પાંચ કમાન્ડો શહીદ થયા હતા..
સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે 1200થી વધુ વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન થયુ હતુ. જેમાં જાન્યુઆરી માસમાં 367, ફેબ્રુઆરી માસમાં 382 વાર અને માર્ચમાં 411 વાર ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. તો ગત વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ તરફથી 3479 વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ.