છેલ્લા 70 વર્ષમાં બંધારણમાં થયેલા સુધારા અંગે પ્રકાશ આંબેડકરે કહ્યું કે, 'મને લાગે છે કે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડેએ તેના પૂર્વ ન્યાયાધીશોની જેમ હિંમત બતાવવી જોઈએ.
કેશવ નંદા કેસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, 'હું તેને દેશનો સૌથી મોટો નિર્ણય માનું છું, જ્યાં ન્યાયાધીશે કહ્યું કે બંધારણમાં સુધારો તો થઈ શકે છે, પરંતુ તેની મૂળભૂત રચના બદલી શકાતી નથી.'
પ્રકાશ આંબેડકરે આર્ટિકલ 370 ના હટાવવા વિશે જણાવતા કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરની હાઇકોર્ટે કહ્યું કે જો તે સમયે ચૂંટાયેલી વિધાનસભા હોત, તો આર્ટિકલ 370 રદ ન થાત કારણકે આર્ટિકલ 370 રદ કરવાનો અધિકાર નિર્વાચીન વિધાનસભાનો છે."
તેમણે કહ્યું કે વિધાનસભાના ભંગને કારણે, કલમ 370 બંધારણનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે કે 370 કલમ ભારતના બંધારણનો અભિન્ન ભાગ બની ગયું છે.
પ્રકાશ આંબેડકરે આરએસએસ વિશે કહ્યું હતું કે આ દેશમાં ઘણી વિચારધારાઓ રહી છે. જેમાંની એક વિચારધારા આરએસએસની પણ છે, જેને લાગે છે કે તે દેશમાં આર્યવ્રતને પાછો લાવી શકે છે.
તેમણે અંતમાં જણાવ્યું કે દરેક વ્યક્તિ આઝાદ રહેવા માંગે છે, તેથી બંધારણ દ્વારા તમામ લોકોને આઝાદીનો અધિકાર આપવામાં આવ્યો છે.