કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ટ્વીટ કરી કહ્યુ કે, PM યાદ રાખે કે, વડાપ્રધાન મોદી ટ્રમ્પના પ્રચારક નથી. જે આવા નારા લગાવી રહ્યા છે. આનંદ શર્માએ લખ્યું કે, લાંબા સમયથી ભારતની વિદેશી નીતિ કોઈપણ દેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરવાની રહી છે. આ ભારતની ભૂતકાળની રણનીતિ માટે મોટું નુકસાન છે.
આનંદ શર્મા રિપબ્લિક અને ડેમોક્રૈટ્સના સંદર્ભમાં સંયુકત રાજ્ય અમેરિકાની સાથે અમારા સંબંધ સંપૂર્ણ રીતે દ્ધિદલીય છે. વડાપ્રધાન મોદીને સંબોધિત કરતા આનંદ શર્માએ લખ્યું કે, ટ્રમ્પ માટે આવા શબ્દો વાપરવા ભારતના લોકતંત્રના રુપમાં નિયમોનું ઉલ્લંધન છે.