ન્યુઝ ડેસ્ક : લોકડાઉન પૂર્ણ થયા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. જેનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારના પેટ્રોલ પંપ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીના આદેશ અનુસાર કૃષ્ણા નગર કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ ગુરચરન સિંહ રાજૂના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગાડાઓ પર બાઇક રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સામેલ થયા હતા.