નવી દિલ્હીઃ આ મામલે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કેન્દ્ર સરકારને ટાંકીને કહ્યુ હતું કે, હાલની સરકારે ઈન્દિરા ગાંધી અને તે પહેલાની સરકારો પાસેથી કંઈક શીખવુ જોઈએ.
પવન ખેડાએ વીડિયો લીંક દ્વારા મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતું કે આપણે વિશ્વને એક પરીવાર માનીએ છીએ. હંમેશા લોકોની મદદ કરીએ છીએ. પરંતુ કોઈ ધમકી આપે તો તે સહન ન કરાઈ.
ખેડાએ ઉમેર્યુ હતું કે, ભારત ક્યારેય પણ કોઈપણ બાબતમાં ઝુક્ચુ નથી. 1971ના બાંગ્લાદેશ મુક્તિ માટેના યુદ્વમાં બ્રિટન અને અમેરિકાએ દખલગીરી કરવાની કોશિશ કરી હતી. ત્યારે તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ રોકડુ સંભળાવી દીધું હતું, ભારત પોતોના રાષ્ટ્રીય હિતમાં કોઈ પણ દખલગીરી કે દુસાહસ સહન કરી શકે નહીં.
પવન ખેડાએ કહ્ય હતુ કે, વર્તમાન સરકારે આ પરંપરાને યાદ રાખીને શીખવું જોઈએ.
તેમણે ઉમેર્યુ હતું કે, વિદેશનીતિ એ કોઈ રાજકીય વિષય નથી. તે મામલામાં દરેક પક્ષ શાસક પક્ષની પડખે ઉભો હોય છે. પરંતુ ડરીને કે ગભરાઈને કોઈ નિર્ણય લેવાશે તો તે 130 કરોડ લોકોનું અપમાન ગણાશે.