પટનાઃ બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધન બરાબર ચાલી રહ્યું નથી. મહાગઠબંધનને છોડીને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી મંગલવારે અલગ થઈ ગઈ છે, ત્યારે બાદ આરજેડીએ કોંગ્રેસને જીદ છોડવા અપીલ કરી છે. આરજેડીએ કહ્યું કે, હઠ રાખવામાં નુકસાન થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર આરજેડી કોંગ્રેસને 58 વિધાનસભા સીટ અને વાલ્મીકીનગર લોકસભા ક્ષેત્ર દેવાની વાત કરી છે. પરંતુ કોંગ્રેસ 70 કરતાં વધારે સીટોની માગ પર અડગ છે.
બિહારના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવાયા
આ વચ્ચે કોંગ્રેસે જણાવ્યું કે, હાઈકમાને બિહાર પાર્ટી અને કોંગ્રેસ વિધાયક દળના નેતાને સીટો પર અંતિમ નિર્ણય લેવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. તો બીજી બાજુ બિહારની અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સ્ક્રિનિંંગ કમિટીની પણ બુધવારે 3 કલાકે બેઠક યોજાશે.
શું છે સીટ ફોર્મ્યુલા?
સૂત્રો અનુસાર, આરજેડી 243 માંથી લગભગ 150 બેઠકો લડી શકે છે. કોંગ્રેસને આશરે 70 બેઠકો અને ડાબેરી પક્ષોને આશરે 20 બેઠકો મળશે.
ડાબેરીઓને સન્માનજનક બેઠકો મળવાની અપેક્ષા છે
તો બીજી બાજુ સીપીઆઈ, સીપીએમ અને સીપીઆઈ એમએલ કુલ 30 થી 40 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માગે છે, પરંતુ હજી સુધી તેમને કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધન તરફથી કોઈ જવાબ મળ્યો નથી.