આજમગઢ: ઉત્તર પ્રદેશના આજમગઢ સર્કિટ હાઉસમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સિહીત કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, સાંસદ પી.એલ. પુનિયા, બૃજલાલ ખાબરી, આલોક પ્રસાદને નજરકેદ કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસ નેતા દલિત પ્રધાન સત્યમેવ જયતેની હત્યા બાદ તેમના પરિવાજનો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતાં, પરતું પોલીસે તમામ નેતાઓને નજરકેદ કરી દીધા હતા અને સર્કિટ હાઉસ પોલીસ છાવણીમાં બદલાઇ ગયું હતું.
મહારાષ્ટ્ર કેબિનેટ પ્રધાન અને દલિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન રાઉત વારાણસી એયરપોર્ટથી આજમગઢ માટે રવાના થઇ ગયા છે. નીતિન રાઉતની સાથે પૂર્વ પ્રધાન આર.કે. ચૌધરી, પૂર્વ ધારાસભ્ય ભગવતી પ્રસાદ, રાષ્ટ્રીય પ્રભારી પ્રદીપ નરવાલ આજમગઢ માટે રવાના થઇ ગયા છે. દલિત પ્રધાન સત્યમેવ જયતેની હત્યા બાદ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે આજમગઢ પહોંચી રહ્યાં છે.