સિદ્ધૂએ રોજગારી, રાફેલ સહિત ધણા મુદ્દે વડાપ્રધાનને આડે હાથ લીધા હતા. સિદ્ધૂએ આરોપ લગાવતા કહ્યું હતું કે, 2014ના પોતાના ધોષણા પત્રોમાં 342 વાયદાઓ કર્યા હતા. જેમાંથી મોદીએ એક પણ પુરા નથી કર્યા. જો એક પણ વાયદો પુરો થયો હોય તેવું મોદી બતાવે તો હું તેના માટે વોટ આપવા તૈયાર છે. આવા અનેક આરોપ લગાવતા સિદ્ધૂએ એક ગીત પણ ગાયું હતું.
ગીતના શબ્દો કઈંક આ પ્રકારના હતા જેમા,
‘ગંગાના લાલ રાફેલના દલાલ’ એટલે કે 2014માં ગંગાના લાલ બનીને આવેલા 2019માં રાફેલના દલાલ બનીને જતા રહેશે,
‘અંબાણીને PMએ ખુબ ખવડાવ્યું’ આમા વાત કરતા સિદ્ધૂએ કહ્યું, ન ખાંઉગા ન ખાને દુંગા જેવા મોદીના વચનો વચ્ચે મોદીએ એટલું ખાધુ કે પેટ ફાટી ગયું, અંબાણીને પણ ખવડાવ્યું,
‘PMની ફિલ્મ ફેકૂ નં.1’ જેમાં સિદ્ધૂએ કહ્યું તમે બીવી નં. 1 જોઈ હશે, હિરો નં. 1 જોઈ હશે અને કુલી નં. 1 પણ જોઈ હશે જ અને હવે જે ફિલ્મ આવી રહી છે તેનું નામ છે ફેકૂ નં. 1 કેમકે હાથીને ખોડામાં રમાડવો અને મોદી પાસે સાચુ બોલાવવું અસંભવ છે.
સિદ્ધૂએ વધૂમાં ઉમેર્યું કે ‘ભાજપે ચૌકીદાર બનાવ્યા એ પણ ચોર’ જેમાં તેમણે કહ્યું કે સોઈથી લઈને અંતરીક્ષ યાન સુધી કોંગ્રેસે બનાવ્યું છે અને તમે શું બનાવ્યું? એક ચોકીદારએ પણ ચોર છે. આમ અનેક પ્રહારો કરતા સિદ્ધૂએ ફરી પોતાની આગવી શૈલીમાં મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.