ETV Bharat / bharat

રામના નામ પર થઇ રહી છે હત્યાઓ, હિન્દુ ધર્મનું અપમાન છે: શશિ થરૂર - મોબ લિંચિંગન

નવી દિલ્હી : દેશમાં બનતી મોબ લિંચિંગની ઘટના અંગે શશિ થરૂરે નિવેદન આપ્યું છે. તેમણે મોહમ્મદ અખલાક અને મોહસિન શેખનું ઉદાહરણ આપ્યું હતું. શશિ થરૂરે ફરી એકવાર મોબ લિંચિંગની ઘટનાઓ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પૂણેમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતું કે, છેલ્લા 6 વર્ષમાં આપણે શું જોઈ રહ્યા છીએ? તેમણે કહ્યું કે આ ઘટના પૂણેમાં મોહસીન શેખ નામના વ્યક્તિની હત્યાથી શરૂ થઈ હતી. તે બાદ મોહમ્મદ અખલાકની હત્યા કરવામાં આવી અને કહ્યું કે તેની પાસે બીફ હતું, પરંતુ પાછળથી તે સામે આવ્યું કે તેની પાસે બીફ નથી. અને જો બીફ હતું તો તેને મારવાની મંજૂરી કોણે આપી હતી.

સૌ.ani
author img

By

Published : Sep 22, 2019, 1:58 PM IST

થરૂરે કહ્યું કે પહલુ ખાન પાસે ડેયરી ફાર્મિંગ માટે લારીમાં ગાયોને લઇ જવા માટે લાઇસન્સ હતું. તો પણ તેમની હત્યા કરવામાં આવી હતી. શું ચૂંટણીના એક પરિણામ દ્વારા આ લોકોને એવી શક્તિ આપવામાં આવી છે કે તેઓ કંઈપણ કરી શકે છે, કોઈને પણ મારી શકે છે?. શશિ થરૂરે ઉમેર્યુ હતું કે, કે હું હિન્દુ છું પણ આવો નથી. અહીં જય શ્રી રામ બોલાવવા માટે લોકોની હત્યા કરવામાં આવે છે, આમ કરવું એ હિન્દુ ધર્મનું અપમાન છે. ભગવાન રામનું અપમાન છે કે તેમના નામનો ઉપયોગ કરીને લોકોની હત્યા થઈ રહી છે.

તે સિવાય શશી થરૂરે કહ્યું કે, ભારત હવે એક એવો દેશ બની ગયો છે જ્યાં સહનશીલતાને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે ભારતમાં રાજકારણનું ધ્રુવીકરણ થયું છે અને તેના માટે ખાસ કરીને શાસક પક્ષના કાર્યો જવાબદાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.