હકીકતમાં, નવજોત કૌર સિદ્ધુુએ પંજાબમાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકીટ નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રધાન નવજોત સિંહ સિદ્ધુને જ્યારે તેમની પત્નીના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે," મારી પત્ની એટલી મજબૂત છે કે, તે ક્યારેય ખોટું નથી બોલતી, તે જ મારો જવાબ છે.”
જો કે, મુખ્યપ્રધાન અમરિંદર સિંહે આ આરોપને નકારતા કહ્યું કે, તેમને અમૃતસર અથવા બઠિંડા બેઠક પરથી કોંગ્રસની ટિકીટની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. આ સાથે જ સિંહે કહ્યું કે, ચંદીગઢ લોકસભા બેઠકની ટિકીટ કૌરને ન આપવાના નિર્ણયમાં તેમની કોઇ ભૂમિકા ન હતી.