લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. અધીર રંજને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ભારત રેપ ઈન ઈન્ડિયા બની રહ્યો છે’. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતી કોણે કહેવાય છે, આ અંગે જાણકારી આપી. તેમણે એવું પણ પુછ્યું કે, હાલ ત્યાં કેટલા નેતા જેલમાં છે. આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય છે, પણ અમે કોંગ્રેસની હાલત નોર્મલ ન કરી શકીએ.
શાહે વધુમાં કહ્યું કે, ‘અમે એ લોકો વધારે દિવસ માટે જેલમાં રાખવા માગતા નથી. જ્યારે પ્રશાસનના લોકોને લાગશે કે, યોગ્ય સમય આવી ગયો છે, ત્યારે રાજકીય નેતાઓને છોડી દેવાશે. ફારુક અબ્દુલ્લાના પિતાને કોંગ્રેસને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનું અનુસરણ કરવા માગતા નથી.’
ચૌધરીએ હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મની ઘટનાઓના સંદર્ભમાં બોલી રહ્યા હતા. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તે બાદ મહિલાને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના 27-28 નવેમ્બર દરમિયાન બની હતી.