ગત બુધવારે આ મુખ્ય વિપક્ષ દળના દસ ધારાસભ્યો સત્તાપલ્ટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. જેમાં વિપક્ષ નેતા ચંદ્રકાન્ત કાવલેકરનું નામ પણ સામેલ છે.
ગત બે-અઢી વર્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી 13 જેટલા ધારાસભ્યોએ સત્તાપલ્ટો કરી લીધો છે. ત્યારે તેઓ હવે સદનમાં ભાજપાની જંગી બહુમત સાથે ભગવો લહેરાવી રહ્યાં છે.
વર્ષ 2017માં કોંગ્રેસ 17 બેઠકોની સાથે આગળ આવી હતી. જ્યારે ભાજપા પક્ષ પાસે માત્ર 13 જ ધારાસભ્ય હતા. તેમ છતા પણ તેઓ સરકાર બનાવવામાં એટલા માટે સફળ રહ્યાં હતા, કેમ કે તેમને ત્યારે વિસ્તારના દળો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
કોંગ્રેસમાં સત્તાપલ્ટો કરવાનો સિલસિલો વાલોપી ધારાસભ્ય વિશ્વજીત રાણેથી શરૂ થયો હતો. તેમણે માર્ચ 2017માં ચૂંટણી બાદ તરત જ એપ્રિલ માસમાં કોંગ્રેસ છોડીને ભાજપામાં સામેલ થયા હતા. માત્ર પાંચ દિવસો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન મનોહર પરિકરે તેમને કેબિનેટમાં સામેલ કરી લીધા હતા. ત્યારબાદ કોંગ્રેસ 17માંથી ઘટીને 16 પર આવી ગઈ. રાણેએ ઉપચૂંટણીમાં જીત મેળવીને મતદાતાઓનો વિશ્વાસ જીતી લીધો હતો.
કોંગ્રેસને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઓક્ટોમ્બર 2018માં તેના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તે ભાજપામાં સામેલ થયા. હવે કોંગ્રેસનો સ્કોર એકવાર ફરીથી ઘટીને 14 પર પહુંચી ગયો.
તો બીજી બીજુ ભાજપની સમસ્યા ત્યારે વધી ગઈ, જ્યારે મનોહર પરિકર અને એક અન્ય ધારાસભ્ય ફ્રાંસિસ ડિસૂજાનું નિધન થયું હતું. જેને કારણે ધારાસભ્યોની સંખ્યા એક ડઝન થઈ ગઈ.
આ ચાર ખાલી થયેલી બેઠકો પર ઉપચૂંટણીમાં કોંગ્રેસને એક તો ભાજપને ત્રણ બેઠક પર સફળતા મળી હતી.
બુધવારે થયેલી ઘટના બાદ કોંગ્રેસના દસ ધારાસભ્યોએ પોતાની નિષ્ઠા બદલી, જેના પરિણામરૂપ કોંગ્રેસ પાસે માત્ર પાંચ ધારાસભ્ય જ રહ્યાં. આ પાંચમાંથી ચાર ધારાસભ્ય એવા છે, જે અગાઉ રાજ્યસત્તાને કારણે મુખ્યપ્રધાન પદ સંભાળ્યું હતું.
કોંગ્રેસની કમાન હવે પ્રતાપસિંહ રાણે, લુજિઈન્હો ફેલોરિયો, રવિ નાયક, દિગમ્બર કામત (બધા પૂર્વ મુખ્યપ્રધાન) અને એલેક્સિઓ રેજીનાલ્ડો લોરેન્કોની પાસે જ છે.