વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનને યાદ કરતા ટ્વીટમાં લખ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શક્તિ સ્થળ પર જઈને પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ શક્તિ સ્થળે પહોચ્યા અને ઈંદિરા ગાંધીને યાદ કર્યા. જો કે રાહુલ ગાંધી શક્તિ સ્થળ પર હાજર રહ્યા નહોતા.
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈંદિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ અહ્લાબાદ(હાલનું દેવપ્રયાગ) ખાતે થયો હતો. ઈંદિરા 1966થી 1977 સુધી સતત 3 ટર્મ માટે વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ તેઓ 1980માં ફરીથી વડાપ્રધાન બન્યા હતા. તેમણે લીધેલા ઘણા નિર્ણયોની નોંધ વૈશ્વિક ઈતિહાસમાં લેવાઈ છે, અને તેમણે ભારતની ઓળખ મજબૂત બનાવી છે. 31 ઓક્ટોબર, 1984ના રોજ તેમના જ બોડિગાર્ડે તેમની હત્યા કરી હતી.
ઈંદિરા ગાંધીને તેમને લીધેલા ઘણાં નિર્ણયોને કારણે 'જ્હોન ઓફ આર્ક' અને ભારતની 'આયર્ન લેડી' પણ કહેવાય છે. ઇંદિરા ગાંધી વિશ્વની રાજનીતિના ઇતિહાસમાં તેમની પ્રતિભા અને રાજકીય ગૌરવ માટે જાણીતા છે.