ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, પૂરા દેશમાં કેટલીક એવી જગ્યા છે, જ્યાં આતંકવાદી પ્રવૃતિ વધી રહી છે. જો બેંગ્લોર અથવા ભોપાલમાં કોઈ દુર્ઘટના થાય છે, તો તેનું મુળ હૈદરાબાદમાં મળે છે. રાજ્ય પોલીસ અને NIA દ્વારા ગત બે-ત્રણ મહીનોમાં અહીંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જેનો ઉલ્લેખ કરવો ખોટું નથી.
ઓવૈસીએ કહ્યું કે, “એક પ્રધાને આવું કરવું જોઈએ નહીં. આ દર્શાવે છે કે, તેઓ હૈદરાબાદ અને તેલંગણાને ધિક્કારે છે. આ પ્રકારના બેજવાબદાર નિવેદનની અમે આશા કરી રહ્યાં ન હતા, પરંતુ શું કરીએ, તેમને જ્યાં પણ મુસ્લિમ દેખાય છે, તેને આતંકી માની બેસે છે. એવામાં અમે તેમની સારવાર કરી શકતા નથી.”
ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યું કે, “ગત 5 વર્ષમાં કેટલીવાર IB, રૉ અને NIAવાળા હૈદરાબાદ આવ્યા છે. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કે તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યાં છે.”