રાજ્યસભાના પૂર્વ સાંસદ રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાગવતના નિવેદનથી ફક્ત મુસ્લિમો જ નહીં પણ ઈસાઈ, શિખ, પારસી આ તમામની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચી છે, ઉપરાંત તે ભારતીય સંવિધાનની ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું છે કે, આવા નિવેદનથી દેશમાં તણાવ વધશે અને હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે.
એલબી નગર પોલીસના નિરીક્ષક અશોક રેડ્ડી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, તેમણે કોંગ્રેસ નેતા તરફથી ફરિયાદ મળી છે તથા આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે કે, આવો કોઈ કેસ બને છે કે કેમ.