ETV Bharat / bharat

અજાણ્યા શખ્સોએ રોડ પર લખ્યું 'ઈસ બાર મોદીજી', ચૂંટણી પંચમાં દોડધામ

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું પણ ખાસ ધ્યાન રાખવાનું ચૂંટણી પંચના માથે હોય છે. ત્યારે સમગ્ર દેશમાં ક્યાંય પણ આચાર સંહિતા ઉલ્લંઘન ન થાય તેના માટે ચૂંટણી પંચને સારી એવી મહેનત કરવી પડે છે તેમ છતાં પણ અમુક નેતાઓ અને સામાન્ય જનતા પણ જાણે અજાણ્યે  આચાર સંહિતા ઉલ્લંઘન કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દૌરમાં સામે આવ્યો છે.

file
author img

By

Published : Apr 24, 2019, 5:32 PM IST

મધ્યપ્રદેશના ઈન્દૌરમાં કોઈ અજાણ્યા શખ્સો રોડમાં ઈસ બાર મોદીજી લખી નાખ્યું હતું. આ વાતની જાણ તંત્ર અને ચૂંટણી પંચને થતા તંત્ર દોડતું થયું. કોઈ ફરિયાદ થાય તે પહેલા જ તેને ભૂંસી નાખવાનું કામ કરવાની ઉતાવળ રાખી હતી. લોકસભા ચૂંટણીને લઈ હાલ દેશમાં શાસક સંપતિ પર રાજકીય પાર્ટીઓ તથા નેતાઓના ફોટા અને નામ હટાવી દેવામાં આવ્યા છે. જાહેરાતો દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તેમ છતાં પણ આવી નાની મોટી ઘટનાઓ સામે આવતી હોય છે.

આચાર સંહિતાને કારણે તંત્ર દોડતું થયું

જો કે, પોલીસે આ ઘટના અંગે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.

Intro:Body:

અજાણ્યા શખ્સોએ રોડ પર લખ્યું 'ઈસ બાર મોદીજી', આચાર સંહિતાને કારણે તંત્ર દોડતું થયું

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું પણ ખાસ ધ્યાન રાખવાનું ચૂંટણી પંચના માથે હોય છે. ત્યારે સમગ્ર દેશમાં ક્યાંય પણ આચાર સંહિતા ઉલ્લંધન ન થાય તેના માટે ચૂંટણી પંચને સારી એવી મહેનત કરવી પડે છે તેમ છતાં પણ અમુક નેતાઓ અને સામાન્ય જનતા પણ જાણે અજાણ્યે  આચાર સંહિતા ઉલ્લંઘન કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દૌરમાં સામે આવ્યો છે.

મધ્યપ્રદેશના ઈન્દૌરમાં કોઈ અજાણ્યા શખ્સો રોડમાં ઈસ બાર મોદીજી લખી નાખ્યું હતું. આ વાતની જાણ તંત્ર અને ચૂંટણી પંચને થતા તંત્ર દોડતું થયું. કોઈ ફરિયાદ થાય તે પહેલા જ તેને ભૂંસી નાખવાનું કામ કરવાની ઉતાવળ રાખી હતી. લોકસભા ચૂંટણીને લઈ હાલ દેશમાં શાસકિય સંપતિ પર રાજકીય પાર્ટીઓ તથા નેતાઓના ફોટા અને નામ હટાવી દેવામાં આવ્યા છે. જાહેરાતો દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તેમ છતાં પણ આવી નાની મોટી ઘટનાઓ સામે આવતી હોય છે.

જો કે, પોલીસે આ ઘટના અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.