- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિપોત્સવ 2020 નિમિત્તે અયોધ્યા પધારશે
- સીએમ યોગીએ દિપોત્સવની તૈયારીઓ સંદર્ભે યોજી બેઠક
- મુખ્યપ્રધાને અયોધ્યામાં દિપોત્સવ યોજવાની સૂચના આપી
લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિપોત્સવ 2020 નિમિત્તે અયોધ્યામાં રામ લલાના દર્શન કરશે. તેમજ રામ જન્મભૂમિ સ્થળ પર દીપ પ્રગટાવશે. સીએમ યોગીએ દિપોત્સવની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજી અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. મુખ્યપ્રધાને અયોધ્યામાં દિપોત્સવના ભવ્ય આયોજનની કરવાની સૂચના આપી છે. તેમણે કહ્યું કે, દિપોત્સવ 2020 દરમિયાન દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે.આ કાર્યક્રમમાં કોવિડ -19ની ગાઈડલાઈનનું સંપુર્ણપણે પાલન કરવામાં આવશે.
5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે
સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારના રોજ તેમના સરકારી નિવાસસ્થાને મળેલી બેઠકમાં જણાવ્યુ કે, દિપોત્સવ 2020 નિમિત્તે શ્રી રામની પૈડી પર 5 લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
મંદિરોમાં થશે રામાયણ પાઠ
મુખ્યપ્રધાને કહ્યું કે, દિપોત્સવની ભવ્ય સજાવટ કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ, કનક ભવન, હનુમાનગઢી સહિત બધા જ મંદિરોને રોશનીથી શરણગારવામાં આવશે, પ્રથમ વખત વર્ચુઅલ માધ્યમથી દીપ પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો કોવિડ -19 દરમિયાન અયોધ્યા પહોંચી શક્યા ન હતા. તે વર્ચુઅલ માધ્યમ દ્વારા રામ જન્મભૂમિ ખાતે દિપ પ્રકટાવી શકશે.
અયોધ્યામાં સ્વચ્છતા માટે વિશેષ અભિયાન
મુખ્યપ્રધાન જણાવ્યુ કે, દિપોત્સવને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સ્વચ્છતા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. દિપોત્સવ 2020ના કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનું પાલન કરવામાં આવશે.