ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ થયેલા પ્રદર્શનો પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરી. જેમાં સીએમ યોગીએ કહ્યું કે, “અધિકારીઓને ઉપદ્રવ પર સખ્ત કાર્યવાહી કરવા માટે કહ્યું છે અને એ વાતનાં નિર્દેશ પણ આપ્યા છે કે સામાન્ય લોકોને કોઈ અસુવિધા ના થાય.” સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, “કોઈપણ ઉપદ્રવીને બખ્શવામાં નહીં આવે અને સરકાર ઉપદ્રવ કરનારાઓની ઓળખ કરીને તેમની સંપત્તિ નીલામ કરશે અને આ પૈસાથી નુકસાનની ભરપાઈ કરશે.”
તેમણે વધુમાં કહ્યું કે, અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય આ ઉપરાંત હિંસા અને ઉપદ્રવની ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પ્રદેશનાં સંભલમાં બે પરિવહન નિગમોની બસોને આગ લગાવવામાં આવી છે.
લખનઉમાં ઓબી વૈન, રોડવેઝ બસ અને વાહનોને આગ લગાવવામાં આવી છે. અસામાજિક તત્વોએ અહીં તોડફોડ કરી હતી. જ્યાં પણ સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે ત્યાં સરકાર કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત અમે ઉપદ્રવીઓની સંપત્તિને નીલામ કરીને આની વસૂલી કરીશું.”