લખનઉ: હાથરસમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને મોત મામલે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય પ્રધાનના કાર્યલાયે ટ્વીટ પર સમગ્ર જાણકારી આપી છે. મુખ્ય પ્રધાને હાથરસના સંપુર્ણ કેસની તપાસ સીબીઆઈને કરવાના આદેશ આપ્યા છે.
મુખ્ય પ્રધાનના નિર્દેશ પર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થી અને ડીજીપી હિતેષ ચંદ્ર અવસ્થી હાથરસમાં પીડિત પરિવારને મળવા ગયા હતા. મુખ્ય પ્રધાન કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
-
मुख्यमंत्री श्री @myogiadityanath जी ने सम्पूर्ण हाथरस प्रकरण की जांच सीबीआई से कराए जाने के आदेश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मुख्यमंत्री श्री @myogiadityanath जी ने सम्पूर्ण हाथरस प्रकरण की जांच सीबीआई से कराए जाने के आदेश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) October 3, 2020मुख्यमंत्री श्री @myogiadityanath जी ने सम्पूर्ण हाथरस प्रकरण की जांच सीबीआई से कराए जाने के आदेश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) October 3, 2020
આ સમગ્ર મામલાને લઈ વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળ પર પીડિત પરિવારને મળવા જશે.
-
Chief Minister Yogi Adityanath orders Central Bureau of Investigation (CBI) probe into the #Hathras case: Chief Minister's Office (CMO) (File pic) pic.twitter.com/VVvf2M6hRc
— ANI UP (@ANINewsUP) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chief Minister Yogi Adityanath orders Central Bureau of Investigation (CBI) probe into the #Hathras case: Chief Minister's Office (CMO) (File pic) pic.twitter.com/VVvf2M6hRc
— ANI UP (@ANINewsUP) October 3, 2020Chief Minister Yogi Adityanath orders Central Bureau of Investigation (CBI) probe into the #Hathras case: Chief Minister's Office (CMO) (File pic) pic.twitter.com/VVvf2M6hRc
— ANI UP (@ANINewsUP) October 3, 2020
ઉત્તર પ્રદેશના ચંદપા પોલિસ વિસ્તારમાં રહેનારી યુવતી સાથે 14 સપ્ટેમ્બરે સામૂહિક દુષ્કર્મ થયું હતું. જે બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
હાથરસ ઘટનાની પીડિતાના પરિવારે તેમના અંતિમ સંસ્કાર રાત્રે ન કરવાની મદદ માગી હતી. પરંતુ પ્રશાસને પરિવારની ઇચ્છા વિરુદ્ધ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કર્યા હતા. પીડિતાના અંતિમ સંસ્કાર સમયે પોલીસે પરિવારના સભ્યોને રોકવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં સરકારે હાથરસની 19 વર્ષીય યુવતીની સાથે સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ યુવતીના મોતને લઈ શનિવારે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે.