લખનઉઃ દેશમાં કોરોના વાઇરસની સાથે સાથે સંતોની હત્યાઓના પણ કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વાત પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુલંદશહેરમાં થયેલી સાધુઓની હત્યાની ઘટનાની જાત માહિતી મેળવી છે. તેમણે જિલ્લા અધિકારી, વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓને તરત જ સ્થળે પહોંચીને ઘટના અંગે વિસ્તૃત માહિતી આપવા તથા દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
બુલંદશહેરના અનૂપશહેર વિસ્તારમાં થયેલી હત્યાના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગંભીરતા દાખવી છે. પગોના ગામમાં બે સાધુઓની હત્યા કરવામાં આવી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં થયેલી 3 સાધુની હત્યા પર દેશભરમાં હોબાળો મચ્યો હતો. જેને લઇને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી હતી.
મહત્વનું છે કે, CM યોગીએ મહારાષ્ટ્રના CMને દોષિતોને સજા આપવાનો આગ્રહ કર્યો હતો.