અયોધ્યા: રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોચ્યાં છે. તેમણે રામનગરીનું હવાઈ નિરક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂમિપૂજન કાર્યક્રમ સ્થળ પર પહોચ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિર માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન થશે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામની નગરી અયોધ્યામાં મંદિર નિર્માંણની આધારશીલા રાખશે. જેને લઈ અયોધ્યા નગરી દુલ્હનની જેમ શરણગારવામાં આવી રહી છે. સાથે સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ કમી ન રહે તે માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યાનું હવાઈ નિરક્ષણ કર્યું હતું.