નોઇડા: નોઇડાના સેક્ટર-39 કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન સીએમ યોગી આદિત્યનાથે કર્યું હતું, સીએમ યોગી આદિત્યનાથે હોસ્પિટલની સમીક્ષા કરી હતી. નોઇડા કોવિડ હોસ્પિટલ 400 બેડની ક્ષમતાથી સજ્જ છે. શરૂઆતમાં કોવિડ હોસ્પિટલમાં 180 બેડથી શરુઆત કરવામાં આવશે. એલ 1, એલ 2, એલ 3 સુવિધાથી સજ્જ હોસ્પિટલોમાં હળવા અને ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરના લોકોને લાભ મળશે. મુખ્યપ્રધાને અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હોસ્પિટલની સમીક્ષા કરી છે.
આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કોવિડની સાંકળ તોડવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કોરોના ટેસ્ટમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારી, આરોગ્ય સચિવ અમિત મોહન, ગૌતબદ્ધ નગર કોવિડ નોડલ નરેન્દ્ર ભૂષણ, ડીએમ સુહાસ એલવાય, સી.પી. આલોક સિંઘ, સીએમઓ સહિત ત્રણ ધારાસભ્યો અને સાંસદ ડો.મહેશ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ નોઇડા કોવિડ હોસ્પિટલથી સેક્ટર 59માં એકીકૃત નિયંત્રણ રૂમમાં જશે. એકીકૃત નિયંત્રણ રુમનું નિરીક્ષણ કરશે અને સિસ્ટમની તપાસ કરશે. જિલ્લા વહીવટીતંત્રે એકીકૃત નિયંત્રણ રુમ શરૂ કર્યો છે. તેમજ હેલ્પલાઈન નંબર 18001432211 પણ જાહેર કર્યો છે.