ETV Bharat / bharat

યોગી સરકારે રૂરલ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વ-સહાય જૂથોને 218.49 કરોડનું ફંડ આપ્યું

ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોગી સરકારે રાજ્યના 31 હજાર 938 મહિલા સ્વ-સહાય જૂથોને 218.49 કરોડ રૂપિયાનું ફંડ પૂરું પાડ્યું છે.

યોગી સરકાર
યોગી સરકાર
author img

By

Published : May 21, 2020, 1:05 PM IST

લખનઉઃ કોરોના વાઇરસના સંકટ વચ્ચે ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોગી સરકારે રાજ્યના 31 હજાર 938 મહિલા સ્વ-સહાય જૂથોને 218.49 કરોડ રૂપિયાનું ફરતું ફંડ પૂરું પાડ્યું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે તેમના સરકારી નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું. આ દરમિયાન તેણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી.

Etv Bharat, Gujarati News, CM Yogi gave 218 crores to 32 thousand women self-help groups
CM યોગીએ 32 હજાર મહિલા સ્વ-સહાય જૂથોને 218 કરોડ આપ્યા

કોરોનાના સંકટ સમયે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતાની દ્રષ્ટિએ સરકારની આ એક મોટી પહેલ છે. સ્વ-સહાય જૂથોમાં વંચિત સમાજોની મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે 196 વન ટાંગિયા, 2477 મુસાહરો, 366 થરુ જાતિની મહિલા સ્વ-સહાય જૂથોએ આ સહાય મેળવી છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જૂથની મહિલાઓએ સારા ઉત્પાદનો બનાવવા જોઈએ. સરકાર મદદ કરશે. યુપી સરકારની મદદથી લખીમપુર ઘેરી અને સિદ્ધાર્થ નગરમાં પી.પી.ઇ કીટ બનાવતી મહિલા સ્વ-સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યભરમાં 30 લાખથી વધુ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી છે અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. આ પ્રસંગે ગ્રામ વિકાસ પ્રધાન મોતીસિંહ, મુખ્ય સચિવ આર.કે. તિવારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.