ભોપાલઃ કોરોના સામે લોકો સલામત રહી શકે તે માટે લોકડાઉનનું મહત્વ સમજાવવા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ખુદ મેદાનમાં ઉતર્યા હતા. લોકોને સમજાવવા માટે શિવરાજસિંહ ચૌહાણ ભોપાલના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. આ સાથે તેમણે આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાના કર્મચારીઓ સહિત આવશ્યક સેવાઓ આપનારા તમામને ધન્યવાદ આપ્યા હતા.
શિવરાજસિંહ ચૌહાણે મેડિકલ, શાકભાજી અને કરિયાણાની દુકાનોએ પહોંચી સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને રખાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 33 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે બે લોકોએ જીવ ગુમાવ્યો છે.