PM મોદી અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથની મુલાકાત વિશે PMO પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે. આ ટ્વીટ સાથે તેમની મુલાકાતનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીના શપથ સમારોહમાં કમલનાથ રાજકીય કારણોસર ગેરહાજર રહ્યા હતા. 30 મેના રોજ PM મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા ત્યાર બાદ કમલનાથ અને PM મોદી વચ્ચેની આ પહેલી મુલાકાત છે.