નવી દિલ્હી: રાહુલ ગાંધીએ કહ્યું શર્મનાક સચ્ચાઈ એ છે કે, કોઈ ભારતીય દલિત મુસ્લિમ અને આદિવાસીઓને માનવ માનતા નથી. મુખ્યપ્રધાન અને તેમની પોલીસનું કહેવું છે કે, કોઈની સાથે દુષ્કર્મ થયું નથી. કારણ કે, તેમની સાથે કેટલાક ભારતીયો માટે તે કાંઈ જ નથી.
કોઈ પીડિતા ઉંચી જાતિના પાડોશીઓ સાથે તેમની સાથે થયેલી જબરદસ્તી વિશે બતાવી રહી છે. 14 દિવસ સુધી જીંદગી અને મોત સાથે લડ્યા બાદ પીડિતાનું મોત થયું હતુ. પીડિતાના અડધી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે કહ્યું કે, તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું નથી.
આ પહેલા રાહુલ ગાંધીએ હાથરસની ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું હતુ. રાહુલ ગાંધીએ હાથરસની ઘટના મામલે તેમની અને પ્રિયંકા ગાંધી સાથે થયેલી ધક્કા-મુક્કીને લઈ સવાલ પુછવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, અમે જનતાના સેવક છીએ. અમારું કામ જનતા અને ખેડૂતોની સેવા કરવાનું છે. જો આ હિસાબે અમારી સાથે ધક્કા-મુક્કી થાય છે તો અમે સહન કરી લેશું.
તેમણે કહ્યું હતું કે, આ (ઉત્તર પ્રદેશ સરકાર )સરકાર દ્વારા આપવામાં આવેલો સાચો ધક્કો હાથરસના પરિવારને લાગ્યો છે. તેમને જિલ્લાઅધિકારી દ્વારા ધમકી આપવામાં આવી છે. માટે હું તે પરિવારને મળવા ગયો હતો. હું ઈચ્છું કે તે પરિવારને એવું ન થવું જોઈએ કે તે પરિવાર એકલો છે. અમે તેમની સાથે છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર પરિવારને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે એક પણ શબ્દ બોલ્યા નથી. સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે, હાથરસમાં શું થઈ રહ્યું છે.