ETV Bharat / bharat

નિઝામની 'મૂડી' માટે હવે પરિવારમાં જ માથાફુટ ! - હૈદરાબાદના નવાબની સંપત્તિ

હૈદરાબાદઃ હૈદરાબાદના 7માં નિઝામનાં 3.5 પાઉંડ મૂડી અંગે બ્રિટેનની અદાલતે ચુદાદો આપી દીધો છે. કોર્ટે આ રકમ ઉપર ભારત અને નવાબના વારસદારોનો અધિકાર હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યુ છે. કોર્ટેના ચુકાદા પછી નવાબના પૌત્રએ નિવેદન આપ્યુ છે કે, આ રકમની વહેંચણી 120 વંશજો વચ્ચે થશે.

નિઝામની 'મૂડી' માટે હવે પરિવારમાં જ માથાફુટ !
author img

By

Published : Oct 4, 2019, 7:54 AM IST

હૈદરાબાદના 7માં નવાબ મીર ઉસ્માન અલી ખાન બહાદુરના પૌત્ર તથા નિઝામ પરિવાર કલ્યાણ સંઘના અધ્યક્ષત નવાબ નજફ અલી ખાને કહ્યું હતું કે, તેમના 120 વારસદારો છે. એ તમામનો આ રકમ ઉપર અધિકાર છે. તમામ લોકો ભેગા મળી આ અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચોઃ બ્રિટેનની કોર્ટમાં પાકિસ્તાનની હારઃ હૈદરાબાદના નિઝામની 'મૂડી' ઉપર ભારતનો અધિકાર

નજફ અલી ખાને કહ્યુ હતું કે, તમામ વારસદારોએ તેમના વતી નિર્ણય લેવાની સત્તા આપી છે. તેઓ તમામ વારસદારો વતી પ્રતિનિધિત્વ કરશે.

70 વર્ષથી ચાલી રહેલી આ કાનૂની લડાઈમાં બ્રિટિશ અદાલતે ચુકાદો આપતા ખુશી વ્યક્ત કરી હતી કે, હૈદરાબાદના 8માં નિઝામ પ્રિંસ મુકર્રમ જાહ અને એમના નાના ભાઈ મુઝ્ઝકમ જાહએ નેટવેસ્ટ બેંક પીએલસીમાં મુકેલા સાડા ત્રણ કરોડ પાઉંડ મેળવવાની લડતમાં પાકિસ્તાનની વિરુદ્વમાં ભારત સરકાર સાથે હાથ મીલાવી લીધો હતો.

nizam
નિઝામની 'મૂડી' માટે હવે પરિવારમાં જ માથાફુટ !

નજફ અલી ખાને આ બાબતે કહ્યું હતું કે, માત્ર આ બંને ધન ન મેળવી શકે. તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, પ્રિંસ અને તેમના ભાઈ સાથે તમામ સભ્યો બેસીને રકમની વહેંચણી મુદ્દે વાતચીત કરશે. જો પ્રિંસ તેમની વાત નહીં માને તો કોર્ટ જવાની જરુર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.