નવી દિલ્હી: CJI ની અધ્યક્ષતામાં 9 જજની બંધારણીય બેન્ચ કેરળના સબરીમાલા મંદિર, મસ્જિદ અને પારસી અગિયારીમાં મહિલાઓના પ્રવેશ અને પ્રાર્થનાના અધિકારની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, વકીલોએ એક સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી, પંરતુ કોઇ નિર્ણય પર ન પહોંચી શક્યા.
9 જજનો બંધારણીય બેન્ચના પક્ષકારોને અમુક પ્રશ્નો પર વિચાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, પ્રશ્નોને નવાસરથી ફરી તૈયાર કરવામાં આવે અને તેના પર વિચાર કરવામાં આવે. ત્યારે તુષાર મહેતાએ એક ચાર્ટ પણ બંધારણીય બેન્ચ સામે રાખ્યો હતો.
CJI બોબડેએ કહ્યું કે, અમે નથી ઇચ્છતા આ કેસની સુનાવણીમાં વધુ સમય લાગે, જેથી સબરીમાલા કેસ માટે ટાઇમ લાઇન નક્કી કરવામાં આવે. તમામ વકીલ નક્કી કરી જણાવે કે દલીલોમાં કેટલો સમય લાગશે.